ખેડાઃ મેલડી માતાના મઢે ૩૩મો ત્રિ દિવસીય પાટોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન અને તેમના પત્ની તથા શ્રી મેલડી માના ઉપાસક
પૂ. માડીના હસ્તે શ્રીફળ હોમાયું હતું. પાટોત્સવના ત્રીજા દિવસે સવારે શ્રી ઋગ્વદે સ્વાહાકાર યજ્ઞનો પ્રારંભ થયેલ હતો. સાંજના સમયે મંત્રોચ્ચાર થકી મુખ્યપ્રધાનના હસ્તે શ્રીફળ હોમાયું હતું અને અન્ય વિધિવિધાનમાં ભાગ લીધો હતો. શ્રી ઋગ્વેદ સ્વાહાકાર યજ્ઞની પૂર્ણાહૂતિ પ્રસંગે મુખ્યપ્રધાને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેમની સરકાર ચાર બાબતોને લઈને ચાલી રહેલ છે જેને લઈને તેમને અતિ આનંદ હોવાનું જણાવેલ હતું. ખેડાના સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂ. માડી, સહિત અનેક આમંત્રિતોની હાજરીમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાનના ધર્મપત્નીએ સોનાનો ગરબો માથે લઈને ગરબે રમ્યા હતા. આ પ્રસંગે લંડન, લેસ્ટર સહિત આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી હજારો માડી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.